જો કોરોના વાઇરસને કારણે ઈંટરનેટ બંધ થઈ જાય…તો શું થશે?

જ્યારે પૂરા દેશમાં રસ્તા પર સન્નાટો છે, ત્યારે તમે તમારા ઘરમાં કેદ થઈને રહી ગયા છો. આ કોરોનાના કારણે ઓફીસનું કામ પણ ઘરથી થઈ રહ્યું છે, પરંતુ આ બધું એટલા માટે થઈ રહ્યું છે કે કારણકે ઈંટરનેટ તમારા સાથે છે…પરંતું જરા વિચારો…
*જો ઈંટરનેટ બંધ થઈ જાય…તો શું થશે?
*ઈંટરનેટની પૂરી સિસ્ટમ કોલૈપ્સ થઈ જાય તો શું થશે?

અને આ સવાલ હવાહવાઈ પણ નથી, લૉકડાઉનના કારણે દેશની નથી દુનિયામાં જે સ્થિતિ ઉભી થઈ છે, તેના બાદ આ સવાલ ઉઠવા લાગ્યા છે.
*ભારતની 130 કરોડની વસ્તી ઘરમાં બંધ છે
*પૂરી દુનિયામાં 300 કરોડથી વધુ લોકો ઘરમાં બંધ છે

જે લોકો ઘરમાં બંધ છે તેમના માટે ખાલી સમય વિતાવવો પડકાર બની ગયો છે માટે સોશીયલ મીડિયાનો ઉપયોગ પહેલાથી વધી ચૂક્યો છે. NETFLIX, AMAZON, HOTSTAR જેવા પ્લેટફોર્મનો ઉપયોગ વધી ચૂક્યો છે. ઉપરથી વર્ક ફ્રોમ હોમ અને સ્ટડી ફ્રોમ હોમનો લોડ પણ. પરિણામ એ છે કે,ભારતમાં તો ઈંટરનેટની પૂરી સિસ્ટમ દબાવમાં આવી ચૂકી છે.
*બેંગલુરુમાં પ્રતિ વ્યક્તિ ઈંટરનેટનો ઉપયોગ 100% વધ્યો
*હૈદરાબાદમાં પ્રતિ વ્યક્તિ ઈંટરનેટનો ઉપયોગ 50% વધ્યો
*દિલ્લી-મુંબઈમાં પ્રતિ વ્યક્તિ ઈંટરનેટનો ઉપયોગ 30-40% વધ્યો

વધુ કેટલાક આંકડાઓ પણ જૂઓ. જે સોશલ મીડિયા કંપનીઓએ જાહેર કર્યા છે.
*ટ્વિટર મુજબ છેલ્લા 3 મહિનાામાં યૂઝરની સંખ્યા એક કરોડ વધી ગઈ છે
*ફેસબુક લાઈવ અને ઈંસ્ટાગ્રામ પર વ્યૂઝ બેગણા થઈ ગયા છે
*મેસેજિંગના દરમાં 50%નો વધારો થયો છે
*ગ્રુપ કૉલના દર એક હજાર ટકા વધી ચૂક્યા છે

એટલે કે ઈંટરનેટ નેટવર્ક પર 30-40 ટકાનો ભાર વધ્યો છે અને સ્પીડ ઓછી થવા લાગી છે. 28 માર્ચનો એક સર્વે પણ સામે આવ્યો છે જેમાં દેશના ચાર મોટા શહેરમાં લૉકડાઉન બાદ સોશીયલ મીડિયાના ઉપયોગમાં 87 ટકાનો ઉછાળો આવ્યો છે.
*લૉકડાઉન પહેલા પ્રતિ દિવસ અંદાજે 150 મિનિટનો ઉપયોગ થયો હતો
*લૉકડાઉન બાદ પ્રતિ દિવસ અંદાજે 280 મિનિટનો ઉપયોગ થવા લાગ્યો છે

ઈંટરનેટની માગ કોરોના વાયરસ લૉકડાઉનના ચાલતા એટલી વધી ગઈ કે લોકોને હવે સમજી વિચારીને ડેટા ખર્ચ કરવો પડશે. સરકારી સ્તર પર પણ તેની ચિંતા છે. COAIની અપીલ પર NETFLIX, AMAZON, HOTSTAR જેવી તમામ લાઈવ સ્ટ્રીમિંગ કંપનીઓ પહેલા જ પોતાના HD કંટેંટને SDમાં ચેંજ કરી ચૂકી છે, જેથી ઈંટરનેટ પર દબાણ ઓછું થાય. ત્યારે પ્રશ્ન એ છે કે યૂઝર્સ તરીકે આપણે શું કરી શકાય? આપણે શું કરીએ તો ઈન્ટરનેટની આ સિસ્ટમ કોલૈપ્સ થતા બચી જાય? તો એક્સપર્ટ મુજબ,
*સોશીયલ મીડિયાનો ઉપયોગ ઓછો કરો
*જરુરી હોવા પર જ વીડિયો શૅયર કરે
*ગુડ મોર્નિંગ, ગુડ નાઈટ જેવા મેસેજ તત્કાલ બંધ કરો
*ફિલ્મ જોવા માટે ઈન્ટરનેટના બદલે ટીવીનો ઉપયોગ કરે

Image Credit: valuewalk.com

One thought on “જો કોરોના વાઇરસને કારણે ઈંટરનેટ બંધ થઈ જાય…તો શું થશે?

  1. Good information. But my question is should everyone follow this instructions? People have no other choice.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Captcha loading...